કોવીડની મહામારી વખતે ગ્રામ પંચાયતના બાજુની હીરાભાઈ અમથારામ પટેલ પરિવાર પ્રાથમિક શાળા નં-1 માં કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેની શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઈ ધન્યવાદ પાઠવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન ગામે પ્રાથમિક શાળા નંબર ૧ માં ગામના દાતાશ્રી, યુવા વર્ગ, સરપંચશ્રી તથા તલાટીશ્રીના સહયોગથી ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત ૧૦ બેડનું કોવીડ કેર સેન્ટર ૨૪ કલાક માટે શરુ કરવામાં આવેલ. જેમાં ગામના તથા ગામના બહારથી આવતા દર્દીઓને સારવાર આપવામાં આવેલ. કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓની સાર સંભાળ સારું ગામના ડોક્ટર્સ દિવસમાં બે વાર વિઝીટ કરી યોગ્ય સારવાર મળી રહે તેની તકેદારી રાખવામાં આવેલ તથા દર્દીઓ માટે સવાર સાંજ ભોજન, નાસ્તો, ફ્રૂટ, જ્યુસ, દવાઓ, ઓક્શીઝન મસીન બી.પી મશીન, એમ્બ્યુલેન્સ વી જેવી જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી દર્દીઓની સાચા ખંતથી સેવા પૂરી પાડવામાં આવેલ તથા સતત નીગરાણી રાખી દર્દીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું . જેની સરકારીશ્રીમાં નોધ લેવામાં આવેલ અને પ્રભાવિત થયી તત્કાલીન શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાશ્રી એ કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ હતી અને સર્વ યુવા વર્ગ, સરપંચશ્રી, ગ્રામજનો તથા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો